- કેવલ એમ્પલમાં ૨૦.૫% નાઇટ્રોજન અને ૨૩% સલ્ફર હોય છે જે છોડની સલ્ફરની જરૂરિયાતની સંભાળ રાખે છે. તે સલ્ફરની હાજરીને કારણે નાઇટ્રોજનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં પાકને મદદ કરે છે.
- કેવલ એમ્પલ નો ઉપયોગ કરવાથી પાકના નાઇટ્રોજનની સાથે સલ્ફરની પણ પૂર્તિ થાય છે અને પાક લીલોછમ થઇ જાય છે.
- અન્ય ખાતરનો વપરાશ ઓછો કરી ને તેની જગ્યા એ કેવલ એમ્પલ (એમોનિયમ સલ્ફેટ)નો વપરાશ કરવામાં આવે તો સાથે સાથે સલ્ફર માટે ખર્ચાતા નાણાં ની પણ બચત કરી શકાય છે, માટે કેવલ એમ્પલ વાપરવું ખુબ જ હિતાવહ છે.
- જો ક્ષારવાળી જમીન હોય તો તેને એસિડિક કરે છે અને પી.એચ.ને જાળવી રાખે છે તથા છોડનો ઝડપી વિકાસ કરે છે, છોડને લીલોછમ રાખી ચમક વધારે છે તથા કલોરોફીલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે.
- ખળની દવા સાથે જો આપણે કેવલ એમ્પલનો પ્રતિ પમ્પે ૧૦૦ ગ્રામ નો ઉપયોગ કરવામાં આવે તો સારા પ્રમાણ ઉત્પાદન મળે છે.
- કેવલ એમ્પલનો ઉપયોગ કપાસ, મગફળી, ચોખા, ઘઉં, મકાઇ, ચણા, સોયાબિન, મરચી, શાકભાજી જેવાં પાકોમાં ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૪ થી ૬ કિગ્રા પ્રતિ વિઘા
પેકીંગ:
૧ કિગ્રા, ૨૫ કિગ્રા