- કેવલ મેક્સ પ્લસ એ વેસીક્યુલાર અરબુસ્કયુલર માઇકોરાઇઝા સમાવિત જૈવિક ખાતર છે. કેવલ મેક્સ પ્લસમાં રહેલ વામ ફૂગ જમીનમાં પોતાના વિકાસની સાથે સાથે અસંખ્ય હાઇફી- તાંતણાઓ બનાવી પાકના મૂળીયાને ઝડપથી વિકસાવી (તંતુમૂળમાં અસંખ્ય વધારો કરી) પોતે કૃત્રિમ મૂળીયા જેવું કામ કરે છે. જે પાકના મૂળીયાથી એક મીટરથી પણ વધારે અંતર સુધી વિકસી છોડથી દુર પડેલા પોષક તત્વો લઇ પાકને આપે છે. જેથી જમીનમાં પોષક તત્વોનું વહન થાય છે અને મૂળીયામાં સંગ્રહ થાય છે. વામ શરૂઆતમાં છોડના મૂળીયામાંથી પોષકતત્વો લે છે અને તેના ભાગરૂપ અનેક ગણા તત્વો છોડને પાછા આપે છે ઉપરાંત ઉભા પાકમાં લાંબા સમય સુધી સક્રિય રહે છે.
- કેવલ મેક્સ પ્લસમાં રહેલ માઇકોરાઇઝા પાકના મૂળનો જુસ્સાદાર વિકાસ કરે છે. જમીનની પ્રત (બંધારણ) સુધારે છે અને ઉપયોગી સુક્ષ્મ જીવોની વૃધ્ધિ કરે છે.
- કેવલ મેક્સ પ્લસ સુકા વાતાવરણ સામે પ્રતિકારકતા વધારે છે.
- કેવલ મેક્સ પ્લસમાં રહેલ માઇકોરાઇઝા ઉપરાંત આવેલ એન્ઝાઇમ એમિનો એસિડ છોડની વૃધ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે જેનાથી અધિક ઉપજ અને ઉત્કૃષ્ઠ ગુણવત્તાનું પાક ઉત્પાદન આપે છે.
- કેવલ મેક્સ પ્લસનો ઉપયોગ પાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
વાપરવાની રીત :
ડ્રીચીંગ, ડ્રીપ ઇરીગેશન, સોઇલ એપ્લીકેશન, બિયારણને પટ આપવા, ફોલીયર સ્પ્રે
ઉપયોગનું પ્રમાણ :
૧૦૦ ગ્રામ પ્રતિ એકર
પેકીંગ :
૪ કિલો (પાઉચ)