Gallery Image
  • Gallery Image

કેવલ ચિલેટેડ FE (વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર)

  • ચીલેટેડ Fe ગ્રેડમાં મુખ્યત્વે ફેરસ ૧૨% સંપૂર્ણ રીતે ચીલેટેડ સ્વરૂપમાં પ્રાપ્ત થતા હોવાથી છોડને પૂર્ણ રીતે તંદુરસ્ત અને વિકસિત કરે છે અને ઉત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપે છે.
  • કેવલ ચિલેટેડ Fe ફેરસ એ આર્યનનો સ્ત્રોત છે. આયર્ન એક સૂક્ષ્મ પોષકતત્વ છે જે છોડના વિકાસ માટે જરૂરી છે. છોડના પાન ઉપર આવતા બ્લેક સ્પોટ (કાળાં ડાઘ)ને દૂર કરે છે.
  • કેવલ ચિલેટેડ Fe ક્લોરોફિલની બનાવટમાં મદદરૂપ થઇ ઓક્સિજનના પરિવહનમાં ઉપયોગી છે અને કોષોના વિકાસ તથા વિભાજન માટે ખૂબ જ જરૂરી છે.
  • કેવલ ચિલેટેડ Fe છોડની વૃધ્ધિને સરળ બનાવવા આયર્ન આવશ્યકતા છે.
  • કેવલ ચિલેટેડ Fe આયર્ન ઘણીવાર જમીનમાં વિપુલ પ્રમાણમાં હોય છે, પરંતુ છોડ એ લઇ શકતું નથી. પરંતુ કેવલ ચિલેટેડ Fe EDTA છંટકાવ કરવાથી પાન દ્વારા અને ડ્રીપમાં આપવાથી મૂળ દ્વારા આયર્નની પૂર્તિ થાય છે.
  • કેવલ ચિલેટેડ Fe પાક પદ્ધતિ અને જમીનની પરિસ્થિતિની આધારિત ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરે છે. તેમજ પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઇઝ, વજનમાં મોટાપ્રમાણમાં વધારો કરે છે.

ઉપયોગનું પ્રમાણ :

૫૦૦ ગ્રામ પ્રતિ એકર

ફોલીયર સ્પ્રે પ્રમાણ : ૧૫ લિટર પાણીમાં ૧૦ થી ૨૦ ગ્રામ 

પેકીંગ: ૫૦૦

ઉપયોગ કરવાની પધ્ધતિ : ડ્રીચીંગ, ડ્રીપ ઇરીગેશન, સોઇલ એપ્લીકેશન, બિયારણને પર આપવા, ફોલીયર સ્પ્રે